ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ‘‘રેડક્રોસ રથ’’ સમગ્ર ગુજરાતમાં રેડક્રોસ પ્રવૃત્તિને ઉજાગર કરવા ભ્રમણ કરી રહેલ છે. રવિવારે આ રથનું સાવરકુંડલા ખાતે આગમન થયું હતું, જેનું રેડક્રોસ સાવરકુંડલા બ્રાન્ચ દ્વારા પુષ્પોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રેડક્રોસ સાવરકુંડલા બ્રાન્ચના પ્રમુખ સેક્રેટરી તથા કાર્યકારી સભ્યો તથા વી.ડી. કાણકીયા કોલેજના આચાર્ય, કો-ઓર્ડીનેટર તથા યુથ રેડક્રોસ ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા આ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.