સાવરકુંડલાના સ્વર્ગસ્થ બળવંતરાય કાંતિલાલ કંસારા વૈષ્ણવના દુઃખદ અવસાન નિમિત્તે તેમના પરિવારે અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બેસણામાં શોક વ્યક્ત કરવા પધારેલા સ્નેહીજનોને ઔષધિય રોપા અને પક્ષીચણનું વિતરણ કરાયું હતું. પ્રકૃતિ અને જીવદયા પ્રેમી સ્વર્ગસ્થની ભાવનાને જીવંત રાખવા પુત્ર જયેશભાઈ, પુત્રવધૂ હિનાબેન અને પૌત્ર પ્રણવ કાણકીયાએ આ પ્રેરણાદાયી આયોજન કર્યું હતું. આ રીતે, સ્વર્ગસ્થના પ્રકૃતિપ્રેમને સાચા અર્થમાં યાદ કરવામાં આવ્યો હતો. કંસારા પરિવાર દ્વારા સ્વર્ગસ્થના પ્રકૃતિપ્રેમને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસોને આવકારવામાં આવ્યો હતો તેમજ કંસારા પરિવારના કાર્યની સરાહના કરવામાં આવી હતી.