સાવરકુંડલામાં હીરાના વ્યવસાય સાથે જોડાયેલા એક વ્યક્તિ અને તેમના સાળાને અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન કરી ગાળાગાળી કરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. નિલેશભાઇ વિઠ્ઠલભાઇ ચૌહાણ (ઉ.વ.૩૪) એ અજાણ્યા મોબાઈલ ધારકો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તારીખ ૧૪/૦૩/૨૦૨૬ ના રોજ બપોરે સાડા અગિયાર વાગ્યે તેઓ પોતાના હીરાના કારખાને હાજર હતા. આ દરમિયાન તેમના મોબાઈલ નંબર પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ વિજય મરાઠી તરીકે આપી હતી અને જેમ ફાવે તેમ અભદ્ર ગાળો આપી હતી. ત્યારબાદ અન્ય એક મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં ફોન કરનારે પોતાનું નામ સોહિલ ગણાવ્યું હતું અને તેણે પણ તેની સાથે ગેરવર્તન કરી ગાળાગાળીકરી હતી.