સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ વોર્ડ ૫ ખાતે આવેલ બ્રાન્ચ શાળા નં. ૪ માં ધોરણ ૭ના વિદ્યાર્થીઓને દિપશાળા એનજીઓ મારફતે ટેબ્લેટ વિતરણનો કાર્યક્રમ શાળાના કર્મચારીઓ તથા અતિથિઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટય સાથે થયો હતો. આ અવસરે વોર્ડ નંબર પાંચના નગરપાલિકા સદસ્ય કેશવભાઈ બગડા અને નગરપાલિકા સદસ્ય પતિ કરશનભાઈ આલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શાળાના કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી