સાવરકુંડલા શહેરમાં ગઈકાલે રાત્રે ૯ વાગ્યાના અરસામાં નાવલી નદી પાસે આવેલ કુમાર શાળાની સામે ટેક્સી સ્ટેન્ડ પાસે કોઈ મહિલા અને તેમનું માત્ર એક વર્ષનું બાળક સુતા હતા. મહિલા બેભાન અવસ્થામાં હતા, આ અંગેની જાણ હિતેશ સરૈયા અને પરેશ કોટકને થતાં તેમણે પોલીસ સ્ટેશનમાં હિંગરાજસિંહને જાણ કરી હતી. પોલીસ સ્ટેશનમાંથી અમનભાઈ, ગઢવીભાઈ અને જીતુભાઈ આવતાં તેમજ ત્યાં હાજર ટેક્સી સ્ટેન્ડના બધા ભાઈના સહકારથી મહિલાને ભાનમાં લાવીને તેમના બાળકને સલામત નાવલી પોલીસ ચોકીમાં રાખી જરૂરી ખાવા-પીવાની વસ્તુ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‌યું હતું.