સાવરકુંડલામાં એક પરિણીતાએ કેરોસીન છાંટીને અગ્નિસ્નાન કર્યું હતું. ભુપતભાઇ સોમાભાઇ પરમાર (ઉ.વ.૩૭)એ જાહેર કર્યા મુજબ, તેના પત્ની પ્રભાબેન ભુપતભાઇ પરમાર (ઉ.વ.૨૭)ની છેલ્લા ત્રણ દિવસથી માનસિક સ્થિતિ સારી ન હોવાથી કેરોસીન છાંટી જાતે સળગી ગયા હતા. ગંભીર રીતે દાઝી જવાથી તેમનું મૃત્યુ થયું હતું. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.વી. અમરેલીયા વધુ તપાસ કરી રહ્યા છે. અમરેલીમાં રહેતી એક યુવતી સાથે યુવક મિત્રતા રાખતો નહોતો જેથી લાગી આવતાં એસિડ પીધું હતું.