સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર દ્વારા, શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના સંચાલનમાં, ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ સવારે ૦૯ઃ૩૦ થી બપોરે ૦૨ઃ૦૦ સુધી ૧૦૦% નિઃશુલ્ક પ્લાસ્ટિક સર્જરી કેમ્પનું આયોજન કરાયું છે. દોશી સ્માઇલ્સ ઇંગા હેલ્થ ફાઉન્ડેશન અને ઠાકરશી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ફાટેલા હોઠ, તાળવું, વાંકાચૂકા દાંત, જડબાની ખામીઓ અને ચહેરા પરની ગાંઠો જેવી જન્મજાત ખોડખાંપણની વિનામૂલ્યે સારવાર કરાશે. નિષ્ણાત સર્જન ડા. રિષભ શાહ સેવા આપશે, નોંધણી અને માહિતી માટે સંપર્ક માટે અમિત જોષીઃ ૯૦૩૩૬ ૮૭૫૪૯ અને હરીશ જાદવઃ ૯૮૭૯૮ ૯૨૬૮૪નો સંપર્ક કરી શકાશે.