સાવરકુંડલા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ‘યુનિટી યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રાજકીય-સામાજિક આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ સાવરકુંડલામાં સરદાર સાહેબની પ્રતિમા નથી. તેમણે નગરપાલિકાને આ અંગે જરૂરી ઠરાવ કરી આગામી ૬ મહિનામાં સરદાર સાહેબની પ્રતિમા મૂકવાનું કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, શહેરમાં ચોકમાં આ પ્રતિમા મૂકવામાં આવે અને તે ચોકનું નામ ‘સરદાર ચોક’ રાખવામાં આવે.