સાવરકુંડલા ખાતે તારીખ ૧૦ ના રોજ નૂતન કેળવણી મંડળ સંચાલિત મહિલા આટ્ર્સ કોલેજમાં ‘બેસ્ટ પર્સનાલિટી’
સ્પર્ધા યોજાઈ હતી. વકૃત્વ, સામાન્ય જ્ઞાન અને ઇન્ટરવ્યુના આધારે થયેલા મૂલ્યાંકનમાં જાદવ ફિઝુ પ્રથમ, ચુડાસમા આરતી દ્વિતીય અને બારૈયા તેજલ તૃતીય ક્રમે વિજેતા થયા હતા. પ્રિન્સિપાલ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ નિર્ણાયકો દ્વારા વિજેતાઓને સન્માનિત કરાયા હતા.









































