વી.ડી.ઘેલાણી મહિલા આટ્‌ર્સ કોલેજમાં ૩૯મો વાર્ષિકોત્સવ અને વિદાય સમારંભ ખૂબ જ ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ભૂતપૂર્વ પ્રાધ્યાપિકા શ્રીમતી છાયાબેન શાહે વિદ્યાર્થીનીઓને જીવનમાં પ્રગતિ કરી સફળતાના શિખરો સર કરવા પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું હતું. સાથે જ પ્રિન્સિપાલશ્રીએ પણ તમામ વિદ્યાર્થીનીઓ ઉજ્જવળ કારકિર્દી બનાવી દેશના જવાબદાર નાગરિક બને તેવી હાર્દિક અપેક્ષા અને શુભેચ્છાઓ વ્યક્ત કરી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.