સાવરકુંડલા ખાતે આવેલી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે ૧૪-૬-૨૫ ના રોજ વિદ્યાર્થિનીઓને રોડ સેફ્‌ટી અંતર્ગત જાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમ અંતર્ગત શાળાના આચાર્યા ઉષાબેન તેરૈયા અને સુપરવાઇઝર નીતાબેન ત્રિવેદી દ્વારા વિદ્યાર્થિનીઓને માર્ગ સલામતી તેમજ વાહનો ચલાવવા બાબતે કેટલીક બાબતોથી માહિતગાર કરેલ હતી. સાથોસાથ શાળાના શિક્ષક અશ્વિનભાઈ અને સંગીતાબેન પરમાર દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત વિસ્તૃત સમજ પૂરી પાડેલ હતી.
આ કાર્યક્રમનું સંચાલન મેહુલભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ હતું, એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું છે.