સા.કુંડલાની આંબરડી માધ્યમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં રસોઈ કળા, પોષણ જાગૃતિ અને વ્યવહારુ જ્ઞાન વિકસાવવાના હેતુથી એક રસોઈ શોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને સરળ, સ્વચ્છ અને પોષક વાનગીઓ બનાવીને પોતાની પ્રતિભા અને સર્જનાત્મકતાનો પરિચય આપ્યો હતો. આ દરમિયાન સ્વચ્છતા, પોષણ અને સમય વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન પણ અપાયું હતું. શાળાના શિક્ષકો જતીનભાઈ ઉપાધ્યાય, પ્રકાશભાઈ માધડ, રેખાબેન ઠુમ્મર અને ઇલાબેન વાળાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી. શાળાના આચાર્ય અને શિક્ષકમિત્રોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્‌યું હતું. મેનેજિંગ ટ્રસ્ટી દિપકભાઈ માલાણીએ પણ મુલાકાત લઈ વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.