સાવરકુંડલા તાલુકાના ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ અને અમરેલી જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ દ્વારા સેવાકીય વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે. તે પૈકી ૭-૧૧-૨૫ને શુક્રવારના રોજ ૩૪૧મો વિનામૂલ્યે મહા નેત્રયજ્ઞ ગુરુકુળ ખાતે યોજાશે. આ કેમ્પમાં મોતિયાના ઓપરેશનની જરૂરિયાત હોય તેવા દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન વીરનગર ખાતે કરી આપવામાં આવશે. તેમને ગુરુકુળથી બસ દ્વારા વીરનગર લઈ જવાશે અને ઓપરેશન બાદ સાવરકુંડલા પરત લાવવામાં આવશે. આ કેમ્પના દાતા તરીકે કીર્તિકુમાર ચંપકલાલ બોરડીયા મુંબઈનો સહયોગ પ્રાપ્ત થયો છે. કેમ્પનું દીપ પ્રાગટ્ય સંસ્થાના વડા પૂ. ભગવતપ્રસાદદાસજી સ્વામીજી, ગુરુકુળના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી તથા કોઠારી અક્ષરમુક્ત દાસજી સ્વામીની ઉપસ્થિતિમાં કરાશે એમ સંસ્થાના ગિરીશભાઈ વ્યાસે જણાવ્યું છે.