સાવરકુંડલા,તા.રપવરકુંડલા તાલુકાના સેંજળ રેવન્યુ વિસ્તારમાં જંગલની સરહદ પાસે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ઉનાળાના પ્રારંભે વધતા તાપમાનને કારણે લાગેલી આ આગને પગલે સિંહ અને દીપડા જેવા વન્યપ્રાણીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, વન વિભાગે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે તમામ વન્યપ્રાણીઓ સંપૂર્ણ સુરક્ષિત છે અને કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ વનકર્મીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ વન વિભાગ દ્વારા વન્યજીવોનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને નાગરિકોને જંગલ વિસ્તારમાં આગ ન લાગે તેવી તકેદારી રાખવા ખાસ વિનંતી કરવામાં આવી છે.