સાવરકુંડલાના વીજપડી ગામે શેરીમાં રમતાં બે સગીરવયના બાળકિશોરને લાલચ આપી અજાણ્યા ઈસમો અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા.બનાવ સંદર્ભે મજીદભાઈ યુનુસભાઈ સમા (ઉ.વ.૩૦)એ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના બે સગીરવયના બાળકિશોર ઘરની બહાર શેરીમાં રમતા હતા. કોઇ અજાણ્યો ઇસમ લલચાવી ફોસલાવી કોઇપણ પ્રકારની લાલચ આપી બન્ને બાળકો સગીરવયના હોવાનું જાણવા છતાં તેમના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ બી. પી. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.