સાવરકુંડલા તાલુકાના વીજપડી એસ.ઓ. ખાતે ખડસલીમાં એ.બી.પી.એમ તરીકે ફરજ બજાવતા રમેશભાઈ બોરીસાગર વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં વીજપડી એસ.ઓ. પરિવાર દ્વારા વિદાય સમારોહનું આયોજન કરાયું હતું.આ અવસરે વીજપડી એચ. પી.એમ. મહેતા અને એચ.ઓ.બી.ઓ.ના તમામ સ્ટાફે ઉપસ્થિત રહીને રમેશભાઇને ચાંદીની મૂર્તિ, સાકરનો પડો, શ્રીફળ અર્પણ કરીને શાલ ઓઢાડી સન્માનિત કરેલ. આ તકે નિવૃત્ત અને કાર્યરત તમામ કર્મચારીઓએ સંસ્મરણો વાગોળીને રમેશભાઇનો નિવૃત્ત સમય આરોગ્યપ્રદ અને આનંદમય રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.