સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે માર્ગ ડેવલપમેન્ટના ભાગરૂપે બસ સ્ટેશન પરના ગેરકાયદેસર કેબિનો હટાવવામાં આવતાં સ્ટેશનનો દેખાવ અંધકારમય બન્યો છે. નવા એસ.ટી. ડ્રાઇવરોને રાત્રિના સમયે બસ સ્ટોપ ઓળખવામાં મુશ્કેલી પડતાં સાવરકુંડલા તરફથી આવતી બસો મુસાફરોને બસ સ્ટોપને બદલે આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન સામે ઉતારે છે. મુસાફરોને પડતી હાલાકીને ધ્યાને લઈને, માર્ગ અને મકાન વિભાગ તાત્કાલિક હનુમંત કોમ્પલેક્ષ પાસે રેડિયમ સાઇન બોર્ડ લગાવે તેવી વિજપડીના મુસાફર અમાન અલી રસભર્યા તરફથી ઉગ્ર માંગણી કરવામાં આવી છે.