સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલ માનવ મંદિર આશ્રમના આંબાવાડી વિસ્તારમાં એક મહાકાય અજગર ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે ભક્તિ રામ બાપુએ તાત્કાલિક રેસ્કયુ ટીમને જાણ કરી હતી. જેથી રેસ્ક્યુ ટીમના ધ્રુવ ટીલાવત, હરેશભાઈ અને ચિન્ટુભાઈની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે જઈ મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી અજગરને સુરક્ષિત વિસ્તારમાં વિસ્તારથી દૂર જંગલ વિસ્તારમાં છોડી દીધો હતો.