સ્વતંત્ર દિવસની ઉજવણી રૂપે દેશવાસીઓને હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જેનાં અનુસંધાને સાબરકુંડલાના થોરડી ગામમાં નવનિયુક્ત ગ્રામ પંચાયત દ્વારા બે દિવસીય સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ગામના નવનિયુક્ત યુવા સરપંચ વિપુલભાઈ બરવાળિયા અને પંચાયતના તમામ સભ્યો સહિત ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત, ‘મારુ ગામ સ્વચ્છ ગામ, મારું ગામ સ્વસ્થ ગામ‘ના સૂત્ર હેઠળ લોકોમાં જનજાગૃતિ ફેલાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. ગ્રામજનોએ આ અભિયાનમાં સક્રિયપણે જોડાઈને આયોજનને સફળ બનાવ્યું હતું.