લોકવિદ્યા મંદિર અને નિવાસી અંધ વિદ્યાલય-થોરડીના આંગણે તાજેતરમાં ‘પંચઉત્સવ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પંચઉત્સવમાં “શિશુવિહાર ભાવનગર” દ્વારા શિક્ષણ સહાય કાર્યક્રમ, ટાંક ફેમીલી ફાઉન્ડેશન (U.S.A) દ્વારા શિક્ષણ સન્માન, વાલી સંમેલન, પ્રવેશોત્સવ અને S.P.C (સ્ટુડન્ટ પોલીસ કેડેટ) ના ઉદ્ઘાટન સહિતના પાંચ મુખ્ય કાર્યક્રમો એકસાથે ઉજવાયા હતા.કાર્યક્રમના પ્રથમ ચરણમાં શિક્ષણ સન્માન, વાલી સંમેલન, S.P.C નું ઉદ્ઘાટન અને પ્રવેશોત્સવનો સમાવેશ થતો હતો. આ ચરણના અધ્યક્ષ માન. મહેશભાઈ કસવાળા રહ્યા હતા, જેમણે સંસ્થાના ટ્રસ્ટી કાંતિભાઈ પરસાણાના પુરુષાર્થ અને સન્માનિત વિદ્યાર્થીઓની મહેનતને હૃદયપૂર્વક બિરદાવી હતી. કાર્યક્રમનું બીજું ચરણ શિશુવિહાર-ભાવનગર આયોજિત “શિક્ષણ સહાય વિતરણ”નું રહ્યું હતું. જેમાં નઈ તાલીમ શિક્ષણ સાથે જોડાયેલ દસ સંસ્થાની કુલ ૨૦૦ બહેનોને શિક્ષણ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.