સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે તેમજ વીજપડી ગામે આવેલ બીએસએનએલનો ટાવર હાલ કોઈપણ સ્થિતિમાં કાર્યરત નહીં હોવાના કારણે અનેક ગ્રાહકો પરેશાન તેમજ સરકારી કચેરીઓમાં પણ બી.એસ.એન.એલ.ના બ્રોડબેન્ડ કનેક્શન હોવાથી ગ્રાહકો તેમજ સરકારી કર્મચારીઓને ભારે પરેશાની ભોગવવી પડે છે. આજના હાઈ ટેક ડિઝીટલ યુગમાં કનેક્ટિવિટી એ સૌથી અગત્યનું ફેક્ટર કહેવાય. એ બાબત પણ તંત્ર દ્વારા ધ્યાને લેવી જોઈએ સ્લો કનેક્ટિવિટી પણ આજના યુગમાં પોસાય તેમ નથી.