ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે નવા નીરના વધામણા કાર્યક્રમ યોજાયો હતો.સાવરકુંડલા શહેરના બાયપાસ રોડ પર નિર્માણાધીન રૂ. ૫ કરોડના ખર્ચે બની રહેલ અમૃત સરોવરમાં નવા નીરના આગમનને વધાવવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે, અમૃત સરોવરમાં આવેલા આ નવા નીર સાવરકુંડલા-લીલીયા વિસ્તારની ખેતીને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ પાણીની ઉપલબ્ધતા આ વિસ્તારના વિકાસને વધુ પાણીદાર બનાવશે અને કૃષિ ક્ષેત્રે નવી આશા જગાવશે. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને નવા નીરના આગમનને ઉત્સાહભેર વધાવ્યું હતું, જે ભવિષ્યમાં આ વિસ્તારની આર્થિક અને સામાજિક ઉન્નતિ માટે ફળદાયી નીવડશે તેવી આશા વ્યક્ત કરી હતી.