અમરેલી શહેરમાં પરિણીતા પર અત્યાચારની વધુ એક ઘટના સામે આવી હતી. સાસુ અને નણંદે પરિણીતા પર સિતમ ગુજાર્યો હતો. બનાવ અંગે ચિતલ રોડ પર ગોળીબારના ટેકરા ખાતે રહેતી સુનીતાબેન વનરાજભાઈ ધાધલ (ઉ.વ.૩૩) એ સાસુ સવિતાબેન બાબુભાઈ ધાધલ તથા નણંદ અંજલીબેન કરણભાઈ ભાટી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના સાસુ તથા નણંદે જેમ ફાવે તેમ ગાળો આપી હતી તેમજ વાળ ખેંચી પછાડી દીધી હતી. ઉપરાંત હાથ પગે મુંઢમાર માર્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.આર. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.