સાવરકુંડલાથી મહુવા જવાના સ્ટેટ હાઇવે પર આવેલા ખડસલી ગામે જામવાળી નદી પર બનેલો પુલ અતિ ખરાબ હાલતમાં હોવાથી આ પુલ પર ગમે ત્યારે અકસ્માત થાય તેવી સંભાવના સેવાઈ રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ આ પુલ પર ઉભા કોલમ પણ ફાટી ગયા છે અને કોલમ ઉપર બનાવેલા આડા બીમ પણ ફાટી ગયા હોય જેથી છતના સળિયા પણ દેખાય રહ્યા છે તો અમુક જગ્યાએ ગાબડું પણ પડી ગયેલ છે જેથી આ પુલ અકસ્માતને આમંત્રણ આપતો હોય તેવું લાગી રહ્યું છે. આ પુલ પરથી અનેક ભારે વાહનો દરરોજ પસાર થઈ રહ્યા છે ત્યારે કોઈ ગંભીર દુર્ઘટના બને તે પહેલા આ પુલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.