સાવરકુંડલા ખાતે આવેલી ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ‘નવસર્જન વાર્ષિકોત્સવ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાવરકુંડલાના નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સંસ્થાના પાયાના પથ્થર સંત પુરાણી સ્વામી વિષ્ણુપ્રસાદદાસજી, સંસ્થાના વડા શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામી અને પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી બિરાજમાન હતા. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય મુખ્ય મહેમાન અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, અતિથિ વિશેષ સિવિલ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પઠાણ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી, અખબાર ક્ષેત્રના અગ્રણી પ્રદીપભાઈ દોશી તથા અન્ય પત્રકારો, ભાજપ અગ્રણીઓ જીવનભાઈ વેકરીયા, પ્રવીણભાઈ સાવજ, રાજેશભાઈ નાગ્રેચા અને ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. મહેમાનોનું સ્વાગત વૃક્ષના નાના કુંડાઓ આપીને કરવામાં આવ્યું હતું.