સાવરકુંડલામાં આવેલી વી.ડી. ઘેલાણી આટ્ર્સ કોલેજ ખાતે પ્રેમચંદ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દી વિભાગ દ્વારા પ્રેમચંદ જયંતિની ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. ખાસ કરીને પ્રેમચંદના વ્યક્તિત્વ, કવિતા, રંગોળી, બોર્ડ લેખન તથા પ્રેમચંદની વાર્તા ‘શાદી કી વજહ’ પર નાટ્ય રૂપાંતર દ્વારા વિદ્યાર્થિનીઓએ નાટ્યકૃતિ રજૂ કરી હતી.