ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના સતત પ્રયાસોથી મુખ્યમંત્રી સડક યોજના હેઠળ સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગ્રામિણ વિસ્તારો માટે રૂ.૩૪.૦૫ કરોડના વિકાસ કાર્યોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંજૂરી આપી છે. આ યોજનાથી બંને તાલુકાના કુલ ૧૯ નવા રોડ બનશે જેમાં રીસર્ફેર્સિંગ અને માળખાકીય સુધારણા કામોનો સમાવેશ થાય છે. લીલીયાના ગુંદરણ, મોલડી, હરીપર, દેવળિયા, કણકોટ, ભેસાણ, ચારોડીયા તથા સાવરકુંડલાના કૃષ્ણગઢ, મેકડા, વીજપડી, ફીફાદ, ઘોબા સહિતના ગામોને લાભ મળશે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આ ગ્રાન્ટ ગ્રામિણ વિસ્તારોના વિકાસ માટે માઈલસ્ટોન સાબિત થશે. આ મંજૂરીથી સ્થાનિકોમાં આનંદનો માહોલ છે અને વિસ્તારોમાં અવરજવરની સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે.






































