ઉનાળાની શરૂઆતમાં રેલવે મુસાફરોની સુવિધા માટે સાવરકુંડલા રેલવે સ્ટેશન પર શુધ્ધ અને ઠંડું પાણી મળી રહે તે હેતુથી વોટર કૂલર અને આર.ઓ. સિસ્ટમ અર્પણ કરાયાં છે. મહીતોષકુમાર વિરલભાઈ રાઠોડે તેમના દાદા સ્વ. ભાણજીભાઈ દુદાભાઈ રાઠોડની ૧૬મી પુણ્યતિથિ નિમિત્તે આ પ્રેરણાદાયી સેવા કાર્ય કર્યું છે. અહીં મૂકવામાં આવેલું ૪૦ લિટરની ક્ષમતા ધરાવતું ફ્રિજ અને ફિલ્ટર હજારો મુસાફરો માટે આશીર્વાદરૂપ બનશે. આ તકે વિરલભાઈ રાઠોડ અને રેલવેના સ્ટેશન માસ્ટર સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો અને પરિવારની આ ઉમદા ભાવનાને બિરદાવી હતી.