સાવરકુંડલા APMCના ડિરેક્ટર અને વેપારી પેનલના સભ્ય, ૩૨ વર્ષીય અંકુરભાઈ બાવચંદભાઈ રામાણીએ પોતાના ગામ પિયાવા ખાતે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. જાણવા મળતી માહિતી મુજબ, છેલ્લા થોડા સમયથી તેમની પત્ની રિસામણે હોવાથી તેઓ તણાવમાં હતા. જોકે, પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી છે અને વંડા પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. સાવરકુંડલામાં વેપારી પેઢી ધરાવતા અંકુરભાઈ તેમના પરિવારમાં એકમાત્ર પુત્ર હતા અને તેમને ચાર બહેનો છે. તેમને સાત વર્ષનો એક પુત્ર પણ છે. આ યુવાન વેપારીના આકસ્મિક આપઘાતથી પિયાવા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ડિરેક્ટરના મોતને કારણે આજે સાવરકુંડલા APMC બંધ પાળશે.