સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખેડૂતો અને વેપારીઓની ભારે અવરજવર સાથે આજે ફરી ધમધમી ઉઠ્યું હતું. મુખ્યત્વે મગફળી અને કપાસની પુષ્કળ આવક નોંધાઈ હતી, જે આ વિસ્તારની કૃષિ સમૃદ્ધિ દર્શાવે છે. યાર્ડમાં મગફળીની આશરે ૧૫,૦૦૦ મણ નોંધપાત્ર આવક થઈ હતી. મગફળીનો સૌથી ઊંચો ભાવ પ્રતિ મણે રૂ. ૧,૧૮૦ રહ્યો હતો, જ્યારે નીચામાં ભાવ રૂ. ૧,૧૦૦ નોંધાયો હતો. મગફળીની સાથે-સાથે કપાસની આવક પણ મોટા પ્રમાણમાં જોવા મળી હતી. કપાસની આવક આશરે ૮,૦૦૦ મણ નોંધાઈ હતી. કપાસનો ઉંચો ભાવ પ્રતિ મણે રૂ. ૧,૫૪૦ સુધી પહોંચ્યો હતો, જ્યારે નીચામાં ભાવ રૂ. ૧,૧૦૦ (અગિયારસો રૂપિયા) રહ્યો હતો. સારા ભાવથી ખેડૂતોમાં
આભાર – નિહારીકા રવિયા આનંદની લાગણી જોવા મળી હતી.







































