સાવરકુંડલા ખાતે હાથસણી રોડ ઉપર આવેલા માનવ મંદિરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે મોગલ મા માનવસેવા ટ્રસ્ટ ચલાલા દ્વારા ચોપડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનવ મંદિરના ભક્તિરામ બાપુએ મોગલ મા માનવસેવા ટ્રસ્ટ ચલાલાના રાજુભાઈ જાની અને તેમની ટીમ દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી થતી અવિરત સેવાઓને બિરદાવી હતી અને આવી સેવા કે પ્રવૃત્તિઓ ચાલુ રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.