સાવરકુંડલા પંથકમાં એક સગીરાની છેડતીનો મામલો પોલીસ મથકે નોંધાયો હતો. સગીરાની માતાએ અમદાવાદમાં રહેતા જીગ્નેશભાઈ ઝાલા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીએ તેના ઘરે આવી તેમના પતિની પૂછપરછ કરી હતી. ઉપરાંત તેમની સગીર પુત્રીને ૫૦૦ રૂપિયા આપવાની કોશિષ કરીને આબરૂ લેવાના ઈરાદે હાથ તથા ટી-શર્ટ પકડી છેડતી કરી હતી. વંડા પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.જે. રામાણી વધુ તપાસ કરી રહ્યા છે.