સાવ૨કુંડલા નગરપાલિકા કચેરીના કર્મચારી મનોજભાઈ ત્રિવેદીએ છેલ્લા ૩૯ વર્ષ જેવા લાંબા સમય માટે ફરજ બજાવીને સોમવારે વય નિવૃત્ત થયા હતા. તેઓ નગરપાલિકાના ટેકસ ઈન્સ્પેક્ટર તરીકે સતત છેલ્લા ૨૭ વર્ષથી કાર્યરત હતા. તેમણે નગરપાલિકા વિસ્તારમાં ટેકસ રીકવરીની કડક કામગીરી કરી હતી. આ તકે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.