સાવરકુંડલાના વિરડી ગામેથી પોલીસે પાંચ પત્તાપ્રેમી ઝડપ્યા હતા. તેમની પાસેથી રોકડા ૨૨૭૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સંજયભાઈ જેરામભાઈ વાઘેલા, મુકેશભાઈ ધીરૂભાઈ માણસુરીયા, સંજયભાઈ દેવાભાઈ ડાભી, વિપુલભાઈ હનુભાઈ વાઘેલા, મયુરભાઈ શંભુભાઈ વાઘેલા વિરડી ગામે બસ સ્ટેશન પાસે વડલાના ઝાડ નીચે જાહેર જગ્યામાં ગેરકાયદે ગંજીપત્તાના પાના વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં રોકડા ૨૨૭૦ સાથે ઝડપાયા હતા. વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટબલ વી.એમ. મેર વધુ તપાસ કરી રહ્યા છે.