સાવરકુંડલા તાલુકાના ઘાડલા ગામે ‘સેવા સેતુ ૨.૦’ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવા સેતુના મધ્યસ્થ કેન્દ્ર પર વિવિધ વિભાગોની સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. વૃદ્ધોને પેન્શનની અરજી માટે કે વિધવા બહેનોને સહાય માટે હવે શહેરો સુધી દોડવું નહીં પડે. સ્થળ પર જ નિકાલની પધ્ધતિએ વહીવટમાં પારદર્શિતા અને ગતિશીલતાના નવા આયામો સર કર્યા છે. જ્યારે રાજ્ય સરકારના પ્રતિનિધિઓ સીધા સંવાદ કરે છે, ત્યારે સામાન્ય ખેડૂત કે શ્રમિક પણ નિર્ભય બનીને પોતાની રજૂઆત કરી શકે છે.




































