સાવરકુંડલાના ગાધકડા ગામની સીમ માળના રસ્તે લોધીડાના નેરાના કાંઠેથી માનવ કંકાલ મળી આવ્યું હતું. માનવ કંકાલ મળતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, અજાણ્યું માનવ કંકાલ ઘણા સમય પહેલાનું હોવાથી ફકત છુટ્ટા છવાયા હાડકાં જ મળ્યા છે. માનવ કંકાલ ઉપરથી કપડા શર્ટ પેન્ટ,) સાફી (ચિલમ), દવાની ટીકડીઓના ખાલી પેકેટ, ચલણી સિક્કા તથા જરદો (તમાકુ) મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તુરંત સ્થળ પર પહોંચી હતી અને આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ બનાવને લઈને આસપાસના વિસ્તારમાં હડકંપ મચ્યો હતો. પોલીસે માનવ કંકાલને કે.કે.મહેતા સરકારી હોસ્પિટલ સાવરકુંડલા ખાતે સોંપતા પેનલ પોસ્ટ મોર્ટમ માટે ભાવનગર મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ માનવ કંકાલ કોનું છે તેની તપાસ આદરી હતી. જોકે આની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલ હશે. હાલ સમગ્ર ઘટનાની અને ઓળખ મેળવવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ પી.એલ. ચૌધરી વધુ તપાસ
કરી રહ્યા છે.