સાવરકુંડલા જૈન વિદ્યાર્થી ગૃહ ખાતે અજાહરા તીર્થથી વિહાર કરી આચાર્ય હેમવલ્લભસૂરિ મ.સા. આદિ ૯ ઠાણા પધાર્યા હતા. વિદ્યાર્થીઓએ ઘવળી કાઢી ગુરુવંદન કર્યા અને સાહેબજીએ જૈન સંઘ અને વિદ્યાર્થીઓને માંગલિક સંભળાવ્યું. સંસ્થાની માહિતી મેળવી, વિદ્યાર્થીઓને ગિરનાર યાત્રાનું આમંત્રણ આપ્યું હતું. સાંજે વિદ્યાર્થીઓએ ઉપાશ્રયમાં સાહેબજીના વ્યાખ્યાનનો લાભ લીધો હતો.