સાવરકુંડલામાં સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુરુકુળના વડા શાસ્ત્રી ભગવત પ્રસાદદાસજી સ્વામીના વડપણ હેઠળ અને પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી અને કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.જન્માષ્ટમી મહોત્સવમાં ગુરુકુળના દરેક વિભાગના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. ત્યારબાદ, ભગવાન શ્રીકૃષ્ણના જન્મત્સવની ઉજવણી કરવામાં આવી હતી.