દિલ્હી ખાતે સ્કૂલ ગેમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત ૬૮મી નેશનલ સ્કૂલ ગેમ્સ ૨૦૨૪-૨૫માં સાવરકુંડલાના સ્વામિનારાયણ ગુરુકુળના ત્રણ તેજસ્વી ખેલાડીઓએ ગુજરાતની ટીમમાં સ્થાન મેળવીને શાળા અને સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. આ રાષ્ટ્રીય કક્ષાની બેઝબોલ સ્પર્ધામાં ગુરુકુળના વિદ્યાર્થીઓ ખુમાણ જયદીપ જીવરાજભાઈ, રાજપુરા ઋત્વી સુભાષભાઈ અને પટોળીયા મિસરી હરેશભાઈએ પોતાની ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું, જેના પરિણામે તેઓ ગુજરાતની ટીમમાં પસંદગી પામ્યા હતા. આ સ્પર્ધાનું આયોજન દિલ્હી ખાતે તારીખ ૨૨-૪-૨૦૨૪ થી ૨૭-૪-૨૦ર૪ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના વડા ભગવતપ્રસાદ દાસજી સ્વામી, હરિપ્રસાદ દાસજી સ્વામી, ગુજરાત બેઝબોલ ફેડરેશનના જનરલ સેક્રેટરી અને ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તેમજ શાળાના તમામ આચાર્ય અને સ્ટાફ મિત્રોએ ગુરુકુળના પી.ટી. ટીચર ઝાલા દિગ્વિજયસિંહ અને વાળા દીપકભાઈને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.