સ્વામિનારાયણ ગુરુકુલ સાવરકુંડલા ખાતે દર માસના પ્રથમ શુક્રવારે યોજાતી સેવાકીય પરંપરા અંતર્ગત સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં ૩૪૬મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને દંત ચિકિત્સા કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનું દીપ પ્રાગટ્ય મુંબઈના દાતા ધીરજલાલ કાનજીભાઈ ઘેલાણી પરિવારના સૌજન્યથી કનુભાઈ ગેડીયા, કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામી તેમજ વિરનગર અને રાજકોટના તબીબોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કેમ્પના મુખ્ય યજમાન પદે મુંબઈ સ્થિત ચંદ્રિકાબેન કામદાર રહ્યા હતા. નેત્ર નિદાન કેમ્પમાં કુલ ૫૪ નેત્રરોગીઓની તપાસ કરી જેમાંથી ૧૭ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે વિરનગર હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે મોકલવામાં આવ્યા હતા. અન્ય દર્દીઓને નિઃશુલ્ક ચશ્મા અને દવાઓનું વિતરણ કરાયું હતું. સાથોસાથ દંત યજ્ઞમાં ૩૬ દર્દીઓના દાંત અને પેઢાનું નિદાન કરવામાં આવ્યું હતું.