સાવરકુંડલા ખાતે બેંક ઓફ બરોડાના ૧૧૮ મા સ્થાપના દિવસની ઉજવણી સેવાકીય કાર્ય દ્વારા કરવામાં આવી હતી. જેમાં માનવ મંદિર સાવરકુંડલા આશ્રમ ખાતે વોટરકુલર અર્પણ કરીને ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે માનવ મંદિરના પૂજ્ય ભક્તિરામબાપુએ બેંક ઓફ બરોડા સાવરકુંડલાના તમામ કર્મચારીઓને શુભાશિષ પાઠવ્યા હતા.