સાવરકુંડલા-અમરેલી હાઈવે રોડ પર સીમરણ વાડીએ મંગળવારે બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ તકે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશ કસવાલા, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, તાલુકા ભાજપ પ્રમુખ રજની ડોબરિયા, સરપંચ એસોસીએશનના પ્રમુખ હિતેશ ખાતરાણી, જીવનભાઈ વેકરીયા, ચીમનભાઈ શેખડા, જીરાના સરપંચ દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડીયા, ચિરાગ હીરપરા, ખોડાભાઈ કાકડીયા, સુરેશભાઈ સાવજ, દાતા મનુભાઈ નારણભાઈ ચોડવડીયા, કિશોરભાઈ, અશ્વિનભાઈ, દિવ્યાંગ, અર્પિત સહિત ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.