જિલ્લામાં વાહન અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો હતો. સાવરકુંડલા, અમરેલી રોડ બાયપાસ ચોકડી હાઇવે રોડ ઉપર સ્કોર્પિયોને ટ્રક ચાલકે ટક્કર મારી હતી. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે બાબરના કોટડાપીઠા ગામે રહેતા માવજીભાઈ સવજીભાઈ વાઢેરે ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી પોતાની કાર લઈને સાવરકુંડલાથી કોટડાપીઠા જવા નીકળ્યા હતા. અમરેલી રોડ ઉપર સા.કુંડલા અમરેલી રોડ બાયપાસ ચોકડીએ આવતા મહુવા રાજુલા બાયપાસ ચોકડી તરફથી એક કન્ટેનર ટ્રક ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી આવી અમરેલી રોડ તરફ વળતા મારા હવાલાની સ્કોર્પીયો ફોરવ્હીલ ગાડીને ડ્રાઈવર સાઈડને ઠોકર મારી ગાડીની બોડીના ડ્રાઈવર સાઈડને નુકસાન કર્યું હતું. જેમાં તેમની પત્ની જયશ્રીબેનને તથા દીકરી સંજનાને શરીરે સામાન્ય ઇજા કરી નાસી ગયો હતો.