સાવરકુંડલા શહેરમાં વિકાસના કામોને વેગ મળ્યો છે. શહેરના મધ્યમાંથી પસાર થતા આઇકોન રોડ અને બાયપાસ રોડનું ૧૬ કરોડના ખર્ચે નિર્માણ થશે. આ પ્રોજેક્ટમાં ૧૪૫૦ મીટરનો ફોરલેન રસ્તો બનશે. તેમાં સીસી અને ડામર રોડનું કામ કરવામાં આવશે. નવા સર્કિટ હાઉસનું ૩.૬૯ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં આરસીસી સ્ટ્રક્ચર, પાર્કિંગ કમ્પાઉન્ડ, ઇન્ટરનલ રોડ, બોર સમ્પ અને પમ્પ રૂમનો સમાવેશ થાય છે. ધજડી, સાકરપરા અને મિતિયાળા ગ્રામ્ય વિસ્તારના રોડનું ૪ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા, નગરપાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી અને વિજય સિંહ વાઘેલા સહિત ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ તમામ વિકાસ કાર્યો આગામી ૬ મહિનામાં પૂર્ણ થશે.