સાવરકુંડલામાં શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા તા. ૦૨ એપ્રિલ ૨૦૨૬, ગુરુવારે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય મહોત્સવ યોજાશે. પૂજ્ય શ્રી રામસુંદરદાસ બાપુના આશીર્વાદ અને મહંત શ્રી હનુમાનદાસજી બાપુના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાશે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી સાંજે ૫ઃ૩૦ થી ૮ઃ૦૦ વાગ્યા સુધી નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ યોજાશે, જેમાં નિષ્ણાત ડાક્ટરો સેવા આપશે. સાથે રક્તદાન, નેત્રદાન અને દેહદાન માટે સંકલ્પ લેવાશે. સાંજે યજ્ઞ અને રાત્રે લોકડાયરો યોજાશે, જેમાં જાણીતા કલાકારો ભક્તિરસ
પથરાવશે. ભક્તો માટે મહાપ્રસાદ અને માટીના કુંડાનું વિતરણ પણ થશે.









































