સાવરકુંડલાના વેપારીનો મોબાઈલ ખિસ્સામાંથી પડી જતાં અજાણ્યો ચોર ઈસમ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. યોગેશભાઇ હસમુખભાઇ હરસોરા (ઉ.વ.૩૭)એ જાહેર કર્યા મુજબ, તેઓ પોતાનું ટુ વ્હીલ લઇને અમરેલી રોડે આવેલ પોતાની દુકાનેથી નાવલી ચોકી તરફ જતા હતા. આ દરમિયાન તેમનો મોબાઇલ ફોન પેન્ટના ખિસ્સામાંથી પડી ગયો હતો. રૂપિયા ૨૦,૯૯૦ની કિંમતના ફોનની અજાણ્યો ઈસમ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.એલ. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.