દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડા કાર્યક્રમ અંતર્ગત
સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફળ અને બિસ્કીટની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાવરકુંડલા શહેર સંગઠનના પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા, જિલ્લા અ.જા. મોરચાના પ્રમુખ કેશુભાઈ વાઘેલા, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ચૌહાણ, યુવા મોરચાના પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, શહેરના મહામંત્રીઓ વિજયભાઈ વાઘેલા અને રાજુભાઈ નાગ્રેચા, અ. જા. મોરચાના મહામંત્રી અને સેવા પખવાડા કાર્યક્રમના સહસંયોજક લલીતભાઈ મારૂ તેમજ નગરપાલિકાના સદસ્યો અને સાવરકુંડલા શહેર ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.