સાવરકુંડલામાં રોડ પર પડી ગયેલા મોબાઈલની ઉઠાંતરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. હીતેશભાઇ બટુકભાઇ ધમલ (ઉ.વ.૩૭)એ જાહેર કર્યા મુજબ, તેઓ કોલેજ રોડેથી પંચવટી સોસાયટીમાં જતા હતા ત્યારે હોમગાર્ડ આફીસ પાસે પહોંચતા પહેરેલ જેકેટના ખિસ્સામાંથી મોબાઇલ ફોન ક્યાંક પડી ગયો હતો. રૂ.૨૦૯૯૯ની કિંમતના ફોનની અજાણ્યો ઇસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે એલ મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.









































