સાવરકુંડલા નગરપાલિકા સંયોજક મિત્રો દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસના અનુસંધાને એમ.એલ.શેઠ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના માર્ગદર્શન હેઠળ રસ્સાખેંચ, લીંબુ ચમચી, સંગીત ખુરશી જેવી વિવિધ રમતોનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓને રમત અને સ્વાસ્થ્ય પ્રત્યે પ્રોત્સાહિત કરવા અને વિકસિત ભારત માટેના વિચારો વિશે અવગત કરવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોની ચાર ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે મેહુલભાઈ ત્રિવેદી, સંદીપકુમાર ખડદિયા, પ્રિન્સિપાલ રિદ્ધિબેન સોમૈયા, ભાવેશભાઈ વિકમા, નીરજભાઈ ત્રિવેદી, ગીરીશભાઈ નાંદોલીયા, લક્ષિતભાઈ મહેતા તેમજ સ્કૂલના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.