સાવરકુંડલામાં રહેતા મહેકબેન સમીરભાઇ ઇસુબભાઇ પઠાણએ કૌશરબેન રીઝવાનભાઇ ચાંદ, નાઝીયાબેન તોસીફભાઇ ચાંદ તથા રીઝવાનભાઇ અબ્દુલભાઇ ચાંદ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે તેમના બહેન અફસાનબેનથી તેની દિકરીને હાથ લાગી જતા તેના મમ્મી અફસાનાબેનને ખીજાતા તેની આગળ ઉભેલ આરોપીઓને એમ લાગ્યું તેમના મમ્મી તેને ગાળો આપે છે. તે વાતનું મનદુઃખ રાખી ત્રણેય આરોપીઓએ ઉશ્કેરાઈને જેમ ફાવે તેમ ગાળો આપી શરીરે મુંઢમાર મારી નીચે પછાડી દીધા હતા તેમજ લાકડાના ધોકાનો એક ઘા માર્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.વી. ખુમાણ વધુ તપાસ કરી રહ્યા છે.